નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા જ ભારતે ભારતીય નેવી માટે મલ્ટીરોલ હેલિકોપ્ટર ખરીદવાની 2 અબજ ડોલરની ડીલને મંજૂરી આપી દીધી છે. અમેરિકાએ પણ દિલ્હીની વાયુ સરહદને સુરક્ષિત કરવા માટે મિસાઈલ શીલ્ડ સિસ્ટમની રજુઆત કરી છે. અમેરિકા પાસેથી 24 એડવાન્સ્ડ MH 60 રોમિયો હેલિકોપ્ટરની આ ડીલ નેવી માટે ખુબ મહત્વની છે. કારણ કે તેના કેટલાક જહાજ જલદી સમુદ્રમાં ઉતરવાના છે પરંતુ આ માટે એક સક્ષમ હેલિકોપ્ટર હજુ પણ તેની પાસે નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવાસ દરમિયાન ડીલ શક્ય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારતના બે દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યું કે આ કરાર પર ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવશે. એડવાન્સ્ડ હેલિકોપ્ટરથી યુદ્ધજહાજને દુશ્મનની સબમરીનોની જાણકારી મેળવીને નષ્ટ કરવામાં મદદ મળે છે. આવા હેલિકોપ્ટર ન હોવાના કારણે નેવી પાસે હિન્દ મહાસાગર વિસ્તારમાં સબમરીનોની ભાળ મેળવવાની ક્ષમતા ઓછી છે. નેવીને 120થી વધુ નેવલ મલ્ટી રોલ હેલિકોપ્ટરની જરૂર છે. નેવીએ આ માટે ઓગસ્ટ 2017માં ગ્લોબલ રિક્વેસ્ટ બહાર પાડી હતી. પરંતુ આ મામલો આગળ વધી શક્યો નહતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...